सत्य की शोध
Blogइतिहासदेशप्रेरणाशख्सियत

सरदार वल्लभभाई पटेल की चिट्ठी [આપણી જીત ની ચાવી] पुत्री मणि बहन को १२/१२/१९३८ वर्धा से

Share

नमस्कार ,

                                                 આપણી જીતની ચાવી

                                                                                                                                            વર્ધા 

                                                                                                                            તા.૧૨.12.૧૯૩૮  

 

  ચી. મણી બહેન,

 

            વર્કિંગ કમિટી ચાલતી હોવાથી હું અહીં બે ત્રણ દિવસથી આવ્યો છું. 

         તમારી ખબર રોજ રાત્રે મળે છે. તમારો કેસ હજી ચાલ્યો નથ.. એ વિશે તમારી ચિંતા કરવા જેવું નથી…. જેલમાં એક બનાવ બન્યો જે મારા જાણવામાં આવ્યો એ મને પસંદ પડ્યો નથી . દિવાન સાહેબ જેલમાં આવ્યા ત્યારે કોઈ કેદીએ ઇન્કલાબની બૂમો પાડી ,મને લાગે છે એ કામ સારુ ન થયું , કેદીઓએ જેલના કાનૂન  પાડવા જોઈએ. સ્વમાન નું રક્ષણ ન થાય ત્યારે સત્યાગ્રહી કેદીઓએ સત્યાગ્રહના સિદ્ધાંતોને અનુસરીને એવા કાનૂનો નો ભંગ કરવો ,પણ જેલમાં આવ્યા કોઈ અમલદાર આવે તો એને ચીડવવાને માટે અથવા એનું અપમાન કરવાને ખાતર   કશું કરવું ન જોઈએ..જેલમાં આ નિયમો ન પાડવાથી નુકસાન થાય છે અને સાથીઓને ભારે મૂંઝવણ થાય છે સાથીઓને ભારે મૂંઝવણ થાય છે. એટલે જેલમાં એવા જે કેદીઓ હોય તેમને ધીરજથી અને મીઠાશથી સમજાવવાનો પ્રયત્ન . કરજો. ભાઈ વજુભાઈને મારા નામથી ખબર આપજો કે જેલમાં એવા કોયડા ઊભા  ન કરે. બહાર આપી શકતી સંભાળવી અને અંદર આપણી દુઃખ સહન કરવાની શક્તિની કસોટી થાય તેમાં પાર ઉતરવું એ આપણી જીતની ચાવી છે .. આખરે વહેલો મોડો એકજ  છેડો આવવાનો છે .

 

           તબિયત સંભાળજો, આરંભ મેળવવાની તક છે તેનો પૂરો ફાયદો ઉઠાવજો. વળી કોઈ પણ જરૂરિયાત હોય તો સંકોચ વિના બહારથી મંગાવી  લેજો. ઠંડીને માટે કપડાં વગેરે જરૂરી હોય તો મંગાવજ.. હાથ પગ ફાટી ન જાય તે માટે તેલ વગેરે જે જોઈએ એ મંગાવી . લેજો.

 

            મૃદુલા પણ થોડા દિવસમાં સાથે થશે. એની સંભાળ રાખજ.. બહારની કશી ચિંતા ન કરશો અમે બધા મજામાં છીએ . 

 

                                                                                                                                            બાપુના 

                                                                                                                                          આશીર્વાદ

 

કૂ. મણીબહેન  વલ્લ ભાઈ પટેલ 

 

1, વજુભાઈ શાહ 

 

        

Related posts

विश्व के बच्चो को पागल करने वाली “बार्बी” डॉल आज 64 साल की हो गई | फिरभी वैसी की वैसी है |

cradmin

भारत मे ऋग्वेदिक काल की संस्कृति का ‘सत्यनामा’ पहली बार ‘सत्य की शोध’ मे प्रमाण के साथ |

cradmin

कहानी एक गुड़िया की , जो एक गुड़िया को जान से भी प्यारी थी | जब गुड़िया का विवाह हो गया |

cradmin

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy